Pak Vima Yojana 2024 : નમસ્કાર ખેડૂત મિત્રો, તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે, વરસાદ સાથે પવનની ઝડપ પણ ઘણી છે. એવા ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આવી કપરી પરિસ્થિતિમાં આર્થિક રીતે સહાય કરવા પાક નુકસાન સહાય ની જાહેરાત કરવામાં આવી છે.
Pak Vima Yojana 2024 ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 350 કરોડની ગ્રાન્ટ ખેડૂતો માટે જાહેર કરવામાં આવી છે. આ યોજના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે. જો તમારે પણ વરસાદના કારણે પાકને નુકસાન થયું છે તો ઓનલાઈન અરજી કરી આ યોજનાનો લાભ મેળવી શકો છે.
પાક સહાય યોજના ગુજરાત | Pak Vima Yojana 2024
કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવાયું હતું કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જુલાઈ મહિના દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક તથા બાગાયતી ખેતીને ઘણું નુકસાન થયું છે. તારીખ 18 થી 24 જુલાઈ વચ્ચે સતત ભારે વરસાદી વાતાવરણ સર્જાયું હતું જેમાં લગભગ ચાર લાખ હેક્ટરમાં ઉભા પાકો બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું.
ગુજરાત સરકાર દ્વારા આ નુકસાનથી ખેડૂતોને રાહત આપવા માટે પાક પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા વળતર મળવાપાત્ર છે, વાર્ષિક બાગાયતી પાકો માટે સરકાર 33% કે તેથી વધુ ના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે. ત્રણ કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવા કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા હશે.
ખેડૂતોને HDFC સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા ધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ અરજી ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે.
ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ ધોરણો
- ખરીફ ઋતુ 2024/25 : બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે HDRF નોમ્સ મુજબ રૂપિયા 8500 તેમજ ગુજરાત રાજ્ય બજેટ હેઠળ 2500 રૂપિયા મળીને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા મળવાપાત્ર છે.
- પિયત પાકો : 33% કે તેથી વધુ નુકસાન માટે HDRF નામ મુજબ 17,000 રૂપિયા તેમજ ગુજરાત રાજ્ય બજેટ હેઠળ 5,000 રૂપિયા મળીને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર મળવાપાત્ર છે.
- બહુ વર્ષાયુ બાગાયતી પાકો : 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ મુજબ ₹22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે.
ભારતીય પોસ્ટ ઓફીસ નવી સ્કીમ, તમારા પૈસા ઉપર મળશે 7.5 ટકા વ્યાજ | Post Office KVP Scheme 2024