Government Industrial Training Institute Bharti 2024 : નમસ્કાર મિત્રો, રોજગાર અને તાલિમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધંધુકામાં જુદા જુદા GCVT/NCVT વ્યવસાયોમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ, મિકેનીકલ ગૃપ, ઓટોમોબાઇલ ગૃપ, ઇલેક્ટ્રિકલ ગૃપ, રેફ્રીજરેશન ગૃપ તેમજ અંગ્રેજી વિષયના વ્યાખ્યાતાની તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુ.ઈ.(મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાઓ માટે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી વિગત | Government Industrial Training Institute Bharti 2024
મિત્રો, ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથે વિગતવાર અરજી તથા તમામ આધારભુત પુરાવાઓ રજુ કરવાના રહેશે. લાયકાત ના ધોરણો સંલગ્ન ટ્રેડ માટે NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે.
સંસ્થા | સરકારી ઔધોગિક તાલીમ |
પોસ્ટ | વિવિધ |
સ્થળ | અમદાવાદ |
પગાર ધોરણ | 14,040 રૂપિયા માસિક |
છેલ્લી તારીખ | 10/09/2024 |
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી પોસ્ટ વિગત
મિત્રો, સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી સત્તાવાર સુચના મુજબ
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ
- મિકેનીકલ ગૃપ
- ઓટોમોબાઇલ ગૃપ
- ઇલેક્ટ્રિકલ ગૃપ
- રેફ્રીજરેશન ગૃપ
- અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
લાયકાત ના ધોરણો સંલગ્ન ટ્રેડ માટે NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. ઉપરાંત અંગ્રેજી વ્યાખ્યાતા માટે લાયાકાતના ધોરણો અંગ્રેજી વિષય સાથે BA WITH B.ED OR B.A WITH M.ED OR M.A WITH B.ED OR M.A WITH M.ED તથા શરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે દર્શાવેલ સરનામે સંપર્ક કરવા વિનંતી. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારીત રહેશે.
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી માટે અરજી પ્રક્રિયા
પ્રવાસી સુ.ઇ. તરીકે આવનાર ઉમેદવારોએ ITI ધંધુકા ખાતે અરજી આપવાની રહેશે અને કોઇ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહી. તે મુજબનું લેખીતમાં એફીડેવીટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. ટ્રેડ વાઇઝ પ્રવાસી સુ.ઈ.ની માનદ સેવાઓ (Honorarium) લેવા અંગેની વધુ વિગતો માટે નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો. આ સંસ્થા માટે ઉમેદવારી કરનારે અરજી માત્ર રજી.પોસ્ટથી અથવા રૂબરૂ તારીખ ૧૦-૦૯-૨૦૨૪ સાંજે ૫:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે.
અરજી સરનામું : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સતવારા સોસાયટી, રેલ્વે સ્ટેશનની પાછળ, ધંધુકા-૩૮૨૪૬૦, જિ.અમદાવાદ
અન્ય ભરતીઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |