GIA ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી 2024, અરજી ફોર્મ ભરવાના શરુ | GIA Industrial Training Institute Bharti 2024

GIA Industrial Training Institute Bharti 2024 : GIA ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી 2024 : રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ ઔધોગિક તાલીમ સંસ્થા (જી.આઇ.એ.) ફલુ ખાતે મીકેનીકલ ગ્રુપ ફીટર(જગ્યા-૨) માટે,ઇલેક્ટ્રીકલ ગ્રુપ ઇલેક્ટ્રીશીયન(જગ્યા-૨)માટે,સિવિલ ગ્રુપ સર્વેયર(જગ્યા-૧) માટે તથા મિકેનીકલ/ઇલેક્ટ્રીકલ ગ્રુપ(મેસ કમ ડ્રોઇંગ, જગ્યા-૧) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યા ન ભરાય અથવા સંસ્થાને જરૂર જણાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

GIA ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી | GIA Industrial Training Institute Bharti 2024

પિરીયડ દીઠ રૂા. ૯૦/- લેખે, મહતમ દૈનિક પિરીયડ ૬ કલાક લેખે, મહતમ દૈનિક માનદ વેતન રૂ।. ૫૪૦/- ના દરે માસિક રૂા. ૧૪૦૪૦/ થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી સાથે તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેરો. અરજીમાં સંપર્ક નંબર ફરજીયાત આપવાનો રહેશે.

સંસ્થાGIA ઔધોગિક તાલીમ સંસ્થા
પોસ્ટવિવિધ
અરજી ફી90 રૂપિયા
પગાર ધોરણ14,040 રૂપિયા
છેલ્લી તારીખ20/09/2024

આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારે રહેશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઇ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહી, તેવુ લેખિતમાં એફીડેવીટ કરી બાંહેધરી પત્ર આપવાનું રહેશે. ટ્રેડ વાઇઝ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર) ની માનદ સેવાઓ(Honorarium) લેવા અંગે વધુ વિગતો ઔધોગિક તાલીમ સંસ્થા(જી.આઈ.એ.)ફલુની રૂબરુ મુલાકાતથી મેળવી શકાશે. લાયકાત :ઉમેદવાર મિકેનીકલ ગ્રુપ માટે મિકેનીકલ શાખામાં, ઇલેક્ટ્રીશીયન ગ્રુપ માટે ઇલેક્ટ્રીકલ શાખામાં અને સિવિલ ગ્રુપ માટે સિવિલ શાખામાં ડીગ્રી બાદનો એક વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમા બાદનો બે વર્ષનો અનુભવ અથવા NTC/NAC બાદનો ૦૩ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ

GIA ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી પોસ્ટ વિગત

મિત્રો, સત્તાવાર સુચના મુજબ

  • મીકેનીકલ ગ્રુપ ફીટર(જગ્યા-૨) માટે
  • ઇલેક્ટ્રીકલ ગ્રુપ ઇલેક્ટ્રીશીયન(જગ્યા-૨)
  • સિવિલ ગ્રુપ સર્વેયર(જગ્યા-૧)
  • મિકેનીકલ/ઇલેક્ટ્રીકલ ગ્રુપ(મેસ કમ ડ્રોઇંગ
  • જગ્યા-૧) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

GIA ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી શૈક્ષણિક લાયકાત

લાયકાતના ધોરણ NCVT/GCVT દ્વારા નિયત કરેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં રજીસ્ટર પોસ્ટ એ.ડી. અથવા રૂબરુ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાને અરજી કરવાની રહેશે. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

સ્થળ

આચાર્યશ્રીની કચેરી, શ્રી એસ.આઇ.પટેલ આઈ.ટી.આઈ.ફલુ, તા.વિજાપુર, જી.મહેસાણા

અન્ય ભરતીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

મિત્રો, GIA ઔધોગિક તાલીમ સંસ્થા ભરતી માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2024, અરજી ફોર્મ ભરવાના શરુ | EMRI Green Health Service Bharti 2024

Leave a Comment