ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024: આ યોજના હેઠળ દીકરીને 1,10,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે, અરજી ફોર્મ ભરવાના શરુ

Gujarat Vahali Dikri yojana : ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં ગુજરાતની દરેક પાત્રતા ધરાવતી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ગુજરાત વ્હાલી દીકરી યોજના મહિલાઓમાં વિકાસ માટેના રસ્તાઓ પ્રદાન કરે છે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024 માટે પાત્રતા માપદંડ યોજનાનો હેતુ યોજના હેઠળ મળવાપાત્ર લાભો જરૂરી દસ્તાવેજ તથા ઓનલાઈન અને ઓફલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચે જાઓ.

ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024 | Gujarat Vahali Dikri yojana

ગુજરાત રાજ્ય સરકાર મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યની મહિલા તથા દીકરીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન માટે 1 લાખ રૂપિયાની નાણાકીય સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ 18 વર્ષથી વધુ ઉમર થાય ત્યારે દીકરીને મળશે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મ દરમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણથી દીકરીઓ પોતાના પગ ઉપર શશક્ત રીતે પોતાનું ગુજરાન ચલાવી શકશે જેથી દરેક દીકરી આત્મનિર્ભર બનશે અને બીજા કોઈ ઉપર પોતાનું જીવન નિર્ભર નહિ રહે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટેના પાત્રતા માપદંડ

મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેના પાત્રતા માપદંડોને અનુસરવા અનિવાર્ય છે.

  • અરજદાર મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
  • આ યોજના પારિવારી પ્રથમ બે મહિલા સંતાનોને મળશે.
  • અરજદારની વાર્ષિક કુટુંબી આવક બે લાખ કરતા ઓછી હોવી જોઈએ.
  • મળવાપાત્ર સહાય અરજદાર અથવા કુટુંબના મુખ્ય સભ્યના બેંક ખાતમાં જમા થશે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • ગુજરાતની લાભાર્થી દીકરીઓને 1 લાખ રૂપિયા મળશે.
  • નાણાકીય લાભો અરજદારના બેંક ખાતામાં જમા થશે.
  • મળવાપાત્ર સહાય અરજદાર અથવા પરિવારના મુખ્ય સભ્યના ખાતામાં જમા થશે.
  • આ યોજના ઓફલાઈન તથા ઓનલાઈન બંને છે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજ

આ યોજના માટે ઓનલાઈન તથા ઓફલાઈન અરજી કરવા માટે નીચેના જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ.

  • આવકનું પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર
  • માતા પિતા ઓળખાણ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈજ નો ફોટો
  • બેંક પાસબુક

ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024 માટે અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Gujarat Vahali Dikri yojana

મિત્રો, વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન તથા ઓફલાઈન અરજી ફોર્મ ભરી શકાય છે, બંને ફોર્મ માંથી જે યોગ્ય હોય એ ફોર્મ ભરો. ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

ગુજરાત વ્હાલી દીકરી યોજના ઓફલાઈન અરજી:

  • સૌ પ્રથમ, નજીકના મહિલા અને બાળ વિકાસ વિભાગ જીલ્લા અધિકારી પાસે જાઓ.
  • ત્યાર બાદ, અધિકારી પાસેથી “વ્હાલી દીકરી યોજના” અરજી ફોર્મ મેળવો.
  • ફોર્મમાં જણાવેલ તમામ માહિતી ભરો.
  • ફોર્મ સાથે માંગ્ય મુજબ દસ્તાવેજ એટેચ કરો.
  • અરજી વિષે અધિકારી પાસેથી તમામ માહિતી મેળવો.
  • છેલ્લે તમારું ફોર્મ અધિકારી પાસે જમા કરો.
  • અધિકારી પાસેથી મળેલ પર્ચી સાચવીને રાખો.

ગુજરાત વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી:

  • સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ, વ્હાલી દીકરી યોજના પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં માંગ્ય મુજબ તમામ માહિતી ભરો.
  • તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અંતે, ફોર્મમાં ભરેલી માહિતી ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટ મેળવી લો.

અરજી ફોર્મ ચકાસણી પ્રક્રિયા

ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ ચકાસણી માટે ફોર્મ આગળ જશે, ત્યાર બાદ લાગુ પડતા ક્ષેત્રો દ્વારા ફોર્મની તપાસ શરુ થશે. ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ યાદી તૈયાર કરવામાં આવશે. યાદીમાં જણાવેલ અરજદારોના ખાતામાં નાણાકીય સહાય જમા કરવામાં આવશે.

અરજી ફોર્મ
અન્ય યોજનાઓ
હોમ પેજ

Gujarat Vahali Dikri yojana – FAQs

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે કોને સહાય મળે છે?

ગુજરાત વ્હાલી દીકરી યોજના હેઠળ ગુજરાતની 18 વર્ષથી વધુ ઉમરી દીકરીઓને સહાય મળે છે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના હેઠળ ક્યાં ક્યાં લાભો મળે છે?

ગુજરાત વ્હાલી દીકરી યોજના હેઠળ ઉચ્ચ શિક્ષા તથા લગ્ન માટે 1 લાખ રૂપિયા સહાય મળે છે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ છે.

નિષ્કર્ષ

અરજદાર મિત્રો, Gujarat Vahali Dikri yojana : ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024 માટે માહિતી અલગ અલગ અજગ્યાઓ દ્વારા મેળવવામાં આવી છે, જો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી ફોર્મ ભરવા ઈચ્છો છો તો કૃપયા કરી ઓફિસીયલ વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી. અન્ય ભારતીઓની માહિતી માટે હોમ પેજની મુલાકાત લો.

Leave a Comment