Bagayati Kheti Yojana 2024 : બાગાયતી ખેતી યોજના 2024 : નમસ્કાર મિત્રો, શું તમે પણ ખેડૂત છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. સરકાર દ્વારા બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવી યોજના ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતને રૂપિયા 50 લાખની નાણાકીય સહાય મળવાપાત્ર છે તથા ખાનગી સંસ્થા અથવા કંપની ને ૭૦ લાખ સુધીની સહાય મળી શકે છે.
Bagayati Kheti Yojana 2024 માટે પાત્રતા માપદંડ લાભાર્થી લાભો મહત્વપૂર્ણ તારીખો જરૂરી દસ્તાવેજ તથા અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
બાગાયતી ખેતી યોજના 2024 | Bagayati Kheti Yojana 2024
યોજના | બાગાયતી ખેતી યોજના 2024 |
લાભાર્થી | ખેડૂત તથા ખાનગી સંસ્થા |
મળવાપાત્ર લાભો | કુલ ખર્ચના 50 ટકા અથવા 50 લાખ રૂપિયા ( બંને માંથી જે ઓછુ હોય તે ) |
છેલ્લી તારીખ | 11/10/2024 |
ઓફિસીયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Bagayati Kheti Yojana 2024 ની શરૂઆત બાગાયતી પાકોના ઉત્પાદન માં વધારો કરી કાપણી બાદ તેનું પેકેજીંગ કરીને સારી પરિસ્થિતિમાં બજાર પહોચાડવા માટે કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા નાણાકીય સહાય કુલ ખર્ચના 50 ટકા અથવા 50 લાખ રૂપિયા બંને માંથી જે ઓછુ હોય ટે મળવાપાત્ર છે.
બાગાયતી ખેતી યોજનાનો લાભ કોણ કોણ મેળવી શકે છે?
સરકારી બાગાયતી ખેતી યોજના નો લાભ સામાન્ય ખેડૂત તથા ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ મેળવી શકે છે. જેમાં FPO (Farmer Producer Organization) અને FPC (Farmer Producer Company) અને સહકારી સંસ્થા ને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
બાગાયતી ખેતી યોજના હેઠળ મળવાપાત્ર લાભો
મિત્રો, બાગાયતી ખેતી યોજનાનો હેઠળ વિવિધ લાભો મળે છે, જેમાં વ્યક્તિગત ખેડૂત અને પ્રાઇવેટ સંસ્થાને આ યોજના દ્વારા ટોટલ ખર્ચના 50 ટકા અથવા વધુમાં વધુ 50 લાખ રૂપિયા. આ બે માંથી જે ઓછું હશે તે મુજબ સહાય મળશે. વ્યક્તિગત ખેડૂત અને પ્રાઇવેટ સંસ્થાને એક એકમ માટે સહાય આપવામાં આવે છે. ખેડૂત સંગઠન અને સહકારી સંસ્થાને ટોટલ ખર્ચના 75% અથવા 75 લાખ રૂપિયા. આ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળે છે. ખેડૂત સંગઠન અને સહકારી સંસ્થાને બે એકમ માટે સહાય આપવામાં આવે છે.
બાગાયતી ખેતી યોજના માટે જરૂરી દસ્તાવેજ
મિત્રો, સરકારી બાગાયતી ખેતી યોજના 2024 હેઠળ અરજી કરવા માટે અરજદાર પાસે નીચેના પુરાવા હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- રજીસ્ટ્રેશન અંગેના પુરાવા ( સંસ્થા દ્વારા અરજી કરવા )
- ઓડીટ રિપોર્ટ ( છેલ્લા બે વર્ષના )
- પ્રોજેક્ટ સંલગ્ન સાધનિક કાગળો સાથેની દરખાસ્ત
- ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ
- બેંક લોન સૈક્શન લેટર
- ડીટેઇલ્ડ બેંક એપ્રાઇઝલ નોટ
- ૭-૧૨ ઉતારા
- ૮-અ ના પુરાવા
બાગાયતી ખેતી યોજના માટેની મહત્વપૂર્ણ તારીખો
અરજદાર મિત્રો, બાગાયતી ખેતી યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 12/08/2024 છે જયારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11/10/2024 છે.
બાગાયતી ખેતી યોજના 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Bagayati Kheti Yojana 2024
મિત્રો, ઈચ્છિત અરજદારો નીચેના પગલાઓને અનુસરી ઓનલાઈન અરજી ફ્રોમ ભરી શકે છે.
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યાર બાદ, યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, બાગાયતી ની યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ, બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા /ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત લિંક પર ક્લિક કરો.
- અરજી કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે, અંતે સબમિટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અરજી કરવા | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
મિત્રો , બાગાયતી ખેતી યોજના 2024 લેખ વિવિધ જગ્યાઓ દ્વારા માહિતી એકત્રિત કરી લખવામાં આવેલ છે, ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત ;લેવા વિનંતી.
વિદ્યાર્થીઓ માટે મફત ટેબ્લેટ યોજના, અરજી ફોર્મ ભરો | Mafat Tablet Yojana 2024