Gujarat Bagayati Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આજે અમે તમને “ગુજરાત સરકારની બાગાયતી” યોજનાઓ વિષે માહિતી પ્રદાન કરીશું. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય મળવાપાત્ર છે. આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. અંતિમ તારીખ પહેલા અરજી ફોર્મ ભરી દેવા.
Gujarat Bagayati Yojana 2024 એક ખેડૂત કલ્યાણકારી યોજના છે. જેમાં 4 વર્ષ માટે ખેડૂતોને મેઇન્ટેનન્સ અને આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ માટે 42,000 રૂપિયાની સહાય મળે છે. આ યોજના માટે પાત્રતા આ યોજના હેઠળ મળતા લાભો મહત્વપૂર્ણ તારીખો જરૂરી દસ્તાવેજ તથા ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી નીચે મુજબ છે.
ગુજરાત સરકાર બાગાયતી યોજના | Gujarat Bagayati Yojana 2024
યોજના | ગુજરાત બાગાયતી યોજના 2024 |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
લાભો | 4 વર્ષ માટે 42,000 રૂપિયા |
છેલ્લી તારીખ | 30/09/2024 |
ઓફિસીયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ગુજરાત સરકાર બાગાયતી યોજના માટે પાત્રતા માપદંડ
- આ યોજનાનો લાભ મૂળ ગુજરાતના વતની ને મળશે.
- આ યોજના હેઠળ ઓઇલપામની ખેતી માટે સહાય મળશે.
- 75 ટકા ખર્ચ બિયારણ અને ખાતર માટે તથા 25 ટકા ખર્ચ પાક સરંક્ષણ માટે કરવાનો રહેશે.
- સહાય દર વર્ષે એમ ટોટલ 4 વર્ષ મળશે.
- સહાય રકમ સીધી અરજદાર ખેડૂતના ખાતામાં જમા થશે.
ગુજરાત સરકાર બાગાયતી યોજના મળતી સહાય
- ખેડૂત મિત્રો, આ યોજના હેઠળ 4 વર્ષ માટે 42,000 ની સહાય મળશે, જેમાં વર્ષે ને વર્ષે અમુક રકમ જમા થશે જેની માહિતી નીચે મુજબ છે.
વર્ષ | રકમ |
પ્રથમ વર્ષ | 10,500 રૂપિયા |
દ્રિતીય વર્ષ | 10,500 રૂપિયા |
તૃતીય વર્ષ | 10,500 રૂપિયા |
ચતુર્થ વર્ષ | 10,500 રૂપિયા |
ગુજરાત સરકાર બાગાયતી યોજના માટે જરૂરી દસ્તાવેજ
મિત્રો, આ યોજના માટે અરજી કરવા તમારી પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- દિવ્યાન હોય તો તેનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- પાસપોર્ટ ફોટો
ગુજરાત સરકાર બાગાયતી યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Gujarat Bagayati Yojana 2024
આ યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
- ખેડૂત મિત્રોએ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
- ત્યાર બાદ, યોજનાઓ વુક્લ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે, બાગાયતી યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ, મેઇન્ટેનન્સ અને આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ યોજના પર ક્લિક કરો.
- અરજી કરો વિકલ્પ પસંદ કરો.
- જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યા છે તો નવું રજીસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ, ફોર્મમાં જણાવેલ તમામ વિગત ભરો.
- તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ફોર્મને ફરી એક વાર ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 30 હજાર રૂપિયા ઉપચાર માટે મળશે, જાણો અરજી ફોર્મ કઈ રીતે ભરવું?
ખેડૂત મિત્રો, આ એક કલ્યાણકારી યોજના છે જેનો ઉદ્દેશ મેઇન્ટેનન્સ અને આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ માટે 42,000 રૂપિયાની સહાય આપવાનો છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લો.