સરકાર દ્વારા આ યોજના હેઠળ દીકરીઓને રૂ 50000 ની સહાય મળશે, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ | Gujarat Namo Lakshmi Yojana 2024

Namo Lakshmi Yojana 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને ભણવા પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, જેમ કે વ્હાલી દીકરી યોજના અને લાડલી બહેન યોજના. તાજેતરમાં ગજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનું નામ “નમો લક્ષ્મી યોજના” છે. આ યોજના અંતર્ગત દીકરીઓને ઉચ્ચતર શિક્ષણ માટે સહાય પ્રદાન કરવામાં આવે છે.

સરકાર દ્વારા આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત લેપટોપ મળશે, આજે જ અરજી કરો | Gujarat Laptop Sahay Yojana 2024

Gujarat Namo Lakshmi Yojana 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણમાં પ્રોત્સાહન આપવાનો છે, આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ સહાય રૂપે 50,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે. આ યોજના પાછળનો હેતુ દીકરીઓના અભ્યાસ રેસીઓ વધારવાનો છે. જેથી દીકરીઓ શિક્ષણ કાર્ય છોડે નહિ.

Mafat Silai Machine Yojana Eligibility: સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના પાત્રતા, હાલ અરજી ફોર્મ ભરવાના શરુ

Gujarat Namo Lakshmi Yojana 2024 માટે પાત્રતા તથા આ યોજના હેઠળ મળતા લાભો અને અરજી ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

Gujarat Namo Lakshmi Yojana 2024 Overview

યોજનાગુજરાત નમો લક્ષ્મી યોજના
લાભાર્થીધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓ
મળવાપાત્ર લાભોઅભ્યાસ માટે 50,000 ની સહાય
યોજના પ્રકારસરકારી યોજના
ઓફિસીયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/

સરકાર દ્વારા આ યોજના હેથમ મફત કમ્પ્યુટર કોર્સ CCC, આજે જ નોધણી ફોર્મ ભરો | Free Computer Course Yojana 2024

Gujarat Namo Lakshmi Yojana 2024 પાત્રતા

  • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતની દીકરીઓને મળશે.
  • અરજદાર દીકરી ધોરણ 1 થી 8 પાસ કરી ધોરણમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ.
  • વિદ્યાર્થીની શાળા હાજરી 80 ટકા થી વધુ હોવી જોઈએ.
  • જો વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો, તેની આગળની સહાય મળવાપાત્ર રહેશે નહી.
  • રિપીટર વિદ્યાર્થીનિઓ ને જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહી.
  • જો વિદ્યાર્થીની ને કોઇ અન્ય સ્કોલરશિપનો લાભ મળતો હશે, તે પણ આ યોજનાનો લાભ લઇ શકશે.
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
  • અરજદારની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
  • મળવાપાત્ર સહાય રકમ અરજદારના માતાના બેંક ખાતામાં જમા થશે.

Gujarat Namo Lakshmi Yojana 2024 લાભો

ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને ધોરણ 10 માં અભ્યાસ કરતી બાલિકાઓને 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. જેમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી બાળકીને 5000 અને ધોરણ 10 માં અભ્યાસ કરતી બાળકીને 5000 મળશે. અને બાકીના 10,000 રૂપિયા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન મળશે.

ઉચ્ચતર માધ્યમિકમાં આ યોજના હેઠળ ધોરણ 11 અને ધોરણ 12 માં અભ્યાસ કરતી બાલિકાઓને 30,000 રૂપિયા સહાય મળશે. જેમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી બાલિકાને 7500 રૂપિયા અને ધોરણ 12 માં અભ્યાસ કરતી બાલિકાઓને 7500 રૂપિયા મળશે. બાકીના 15,000 રૂપિયા ધોરણ-12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.

Gujarat Namo Lakshmi Yojana 2024 જરૂરી દસ્તાવેજ

નમો લક્ષ્મી યોજના અરજી ફોર્મ ભરવા માટે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  • અરજદાર વિદ્યાર્થીની નું આધાર કાર્ડ
  • માતાનું આધાર કાર્ડ
  • માતાના બેંક ખાતાની પાસબુક (માતા હયાત ન હોય તો જ વિદ્યાર્થીનીના બેંક ખાતાની પાસબુકની નકલ)
  • કુટુંબ વાર્ષિક આવક દાખલો
  • જન્મનો દાખલો
  • શાળા છોડયા પ્રમાણપત્ર (LC)
  • માતા અથવા પિતાનો મોબાઈલ નંબર

Gujarat Namo Lakshmi Yojana 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?

નમો લક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ Google માં ઓફિસીયલ વેબસાઈટ https://cmogujarat.gov.in/ સર્ચ કરો. ત્યાર બાદ નમો લક્ષ્મી યોજના ફોર્મ ડાઉનલોડ કરો. આ ફોર્મ ની પ્રિન્ટ મેળવી તમારા શાળા વર્ગ શિક્ષક પાસે જાઓ. ફોર્મ સાથે ઉપર જણાવેલ તમામ દસ્તાવેજ સાથે લઇ જવા. તમારા વર્ગ શિક્ષક ઓનલાઈન નમો લક્ષ્મી યોજના ફોર્મ ઓનલાઈન વેબસાઈટ પર ભરી શકશે.
અરજી ફોર્મઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

ગુજરાત ખેડૂત દેવું માફી યોજના 2024 હેઠળ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ | Gujarat Khedut Devu Mafi Yojana 2024

Gujarat Namo Lakshmi Yojana 2024 – FAQs

નમો લક્ષ્મી યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?

નમો લક્ષ્મી યોજનાનો લાભ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી બાલિકાઓ મેળવી શકે છે.

નમો લક્ષ્મી યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

નમો લક્ષ્મી યોજના હેઠળ 50,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે.

નમો લક્ષ્મી યોજના માટે અરજી ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

નમો લક્ષ્મી યોજના માટે અરજી ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ https://cmogujarat.gov.in/ છે.

Leave a Comment