ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી, ખાલી જગ્યાઓ 4000

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી : Gujarat State Secondary and Higher Secondary Educational Staff Bharti 2024 : ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલયના ઠરાવ ક્રમાંક: ED/MSM/e- file/3/2023/3375/G તારીખ 01/08/2024 સ્થાઈ ઠરાવો જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ક્લાએથી મળેલ અંદાજિત ૪૦૦૦ ખાલી જગ્યાઓ છે.

Gujarat State Secondary and Higher Secondary Educational Staff Bharti 2024

અનુભવના ધોરણે ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા બાબતે નીચે જણાવેલ વેબસાઈટ પર આપવામાં આવેલ સૂચનાઓ ધ્યાને લઈ નિયત લાયકાત અને અનુભવ ધરાવતા તથા જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે ઓછામાં ઓછા ૨ (બે) વર્ષનો સમય બાકી રહેતો હોય તેવા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરતા પૂર્વે ઉમેદવારોએ વેબસાઇટ પર મૂકેલ વિગતવાર સૂચનાઓનો અભ્યાસ કરી અરજી કરવા વિનંતી છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી પોસ્ટ અને ખાલી જગ્યાઓ

પોસ્ટખાલી જગ્યાઓ
માધ્યમિક2000
ઉચ્ચતર માધ્યમિક2000

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી લાયકાત

નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૨૬/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી https://www.gsere.in/ વેબસાઈટ પર મૂકવામાં આવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી અરજી પ્રક્રિયા

અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારે અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તમામ વિગતોની ખાત્રી કરીને ત્યાર પછી જ નિયત કરેલ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ સુધારા વધારા અંગે કોઇ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી નોટીફીકેસન

પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય આકસ્મિક વહીવટી કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હક્કદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જે તે માધ્યમ, વિભાગ, વિષય અને કેટેગરી પર ઉમેદવારે મેળવેલ અનુભવ અનુસાર પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક્ક અબાપિત રહેશે.

જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતોવખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઈટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઈટ પર મૂકેલ કોઈપણ સૂચના/વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક્ક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.

સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
અન્ય ભરતીઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માહિતી વિવિધ જગ્યાએથી માહિતી એકત્રિત કરવામાં આવી છે, અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

એસ.એસ.હોસ્પિટલ, પેટલા ભરતી 2024, પગાર 19,000 સુધી | SS Hospital Petla Bharti 2024

Leave a Comment