PM Ujjwala Yojana 2.0 2024: આ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન અને મફત સિલિન્ડર મેળવો, આજે જ અરજી કરો

PM Ujjwala Yojana 2.0 2024: નમસ્કાર મિત્રો, ભારત સરકાર દ્વારા નાગરિકોના હિત માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરુ કરવામાં આવી હતી હવે આ યોજનાનો બીજો તબ્બકો શરુ કરવામાં આવ્યો છે જેનું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 નો મુખ્ય ઉદેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબ મહિલાઓને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે. ભારતની મહિલાઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે મફત ગેસ કનેક્શન, ગેસ ચૂલા અને પ્રથમ ગેસ રિફિલ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે eKYC કરાવવું ફરજિયાત છે.

આ યોજના હેઠળ દીકરીના ભવિષ્ય સુધારણા માટે 35 લાખ રૂપિયા મળશે

આ યોજનાનો ઉદ્દેશ્ય, પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા, અરજી ફી અને સત્તાવાર વેબસાઈટ જેવી તમામ માહિતી માટે અમારી તમને વિનંતી છે કે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

PM Ujjwala Yojana 2.0 2024

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશની ગરીબ મહિલાઓને એલપીજી ગેસ સિલિન્ડરનો લાભ આપવાનો છે. જુના સમયમાં જમવાનું રાંધવા માટે લાકડાં અને કેરોસીન નો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્વાસ્થ્ય અને પર્યાવરણ ને નુકસાન ના થાય એ માટે કુદરતી ગેસ મંત્રાલયે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે.

PM Ujjwala Yojana 2.0 2024 – લાભો

  • મફત ગેસ કનેક્શન અને ગેસ સિલિન્ડરની મદદથી મહિલાઓ તેમના રસોડામાં સરળતાથી રસોઈ બનાવી શકશે.
  • દેશના દરેક ઘરમાં રસોઈ બનાવવા માટે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ થશે.
  • ગેસ પર રસોઈ સરળતાથી બને છે.
  • ધુમાડાની અછતને કારણે વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે.
  • ગેસ પર રસોઈ બનાવવામાં સરળતા રહે, તેથી વૃક્ષ કાપવાની જરૂર નથી.
  • વૃક્ષોને કાપવામાંથી બચાવ થશે.

PM Ujjwala Yojana 2.0 2024 – પાત્રતા માપદંડ

  • દેશમાં રહેનારી મહિલાઓને જ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • અરજદાર મહિલા ભારત દેશની નિવાસી હોવી જોઈએ.
  • અરજદાર મહિલાના ઘરમાં પહેલાથી જ એલપિજિ કનેક્શન ન હોવું જોઈએ.
  • અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અરજદાર મહિલા ગરીબ અને નીચા વર્ગની હોવી જોઈએ.

PM Ujjwala Yojana 2.0 2024 – મહત્વપૂર્ણ દસ્તાવેજ

  1. વોટર આઈડી કાર્ડ
  2. આધાર કાર્ડ
  3. પાસપોર્ટ સાઇઝ ફોટો
  4. રેશન કાર્ડ
  5. મૂળ નિવાસી પ્રમાણપત્ર
  6. આવક પ્રમાણપત્ર
  7. બેંક ખાતાની પાસબુક
  8. મોબાઇલ નંબર

PM Ujjwala Yojana 2.0 2024 – અરજી પ્રક્રિયા

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ મફત ગેસ કનેક્શન મેળવવાની તમારી ઈચ્છા હવે આંગળીના ટેરવે પૂરી થઈ શકે છે! અહીં અમે તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીશું.

ઓફલાઈન અરજી:

નજીકના એલપીજી વિતરકનો સંપર્ક: તમારા નજીકના કોઈપણ એલપીજી ગેસ એજન્સી કે વિતરકનો સંપર્ક કરો. અરજીપત્રક મેળવો અને ભરો: ત્યાંથી ઉજ્જવલા યોજના 2.0 નું અરજીપત્રક મેળવો. તેમાં માંગેલી બધી વિગતો ધ્યાનથી ભરો અને જરૂરી દસ્તાવેજોની નકલો અરજીપત્રક સાથે જોડી દો. અરજી જમા કરાવો: ભરેલું અરજીપત્રક અને દસ્તાવેજો એલપીજી વિતરકને સુપરત કરો.

ઓનલાઈન અરજી:

સત્તાવાર વેબસાઈટની મુલાકાત: સૌ પ્રથમ, પીએમયુવાય (PMUY) ની સત્તાવાર વેબસાઈટ https://www.pmuy.gov.in/ ની મુલાકાત લો. “નવું કનેક્શન” વિકલ્પ: વેબસાઈટના હોમપેજ પર, તમને “નવું કનેક્શન” નામનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. અરજીપત્રક ભરો: હવે તમારી સામે એક અરજીપત્રક ખુલશે. તેમાં તમારું નામ, સરનામું, આધાર નંબર, બેંક ખાતાની વિગતો જેવી જરૂરી માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરો. દસ્તાવેજો અપલોડ કરો: અરજીપત્રકમાં માંગ્યા મુજબ, તમારા આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ (જો હોય તો), જાતિના પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) અને પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો. અરજી સબમિટ કરો: બધી વિગતો અને દસ્તાવેજો તપાસી લીધા બાદ, “સબમિટ” બટન પર ક્લિક કરીને અરજી સબમિટ કરો. તમને એક અરજી નંબર મળશે, જેના દ્વારા તમે અરજીની સ્થિતિ જાણી શકો છો.

અરજી કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો

PM Ujjwala Yojana 2.0 2024 FAQs

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં કોણ અરજી કરી શકે?

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં દરેક મહિલા અરજી કરી શકે છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં અરજી પ્રકાર શું છે?

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં અરજી પ્રકાર ઓનલાઈન છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pmuy.gov.in છે.

તમારું જન ધન ખાતું ખોલાવો, સરકાર દ્વારા મળશે 1000 રૂપિયા

Leave a Comment