સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા મળશે 6000 રૂપિયા | Smartphone Sahay Yojana 2024

Smartphone Sahay Yojana 2024 : નમસ્કાર મિત્રો, તાજેતરમાં દુનિયાભરમાં ડીજીટલ સેવાઓ ચાલુ થઇ ગઈ છે. દિવસે ને દિવસે નવી ટેકનોલોજી વિકાસ પામી રહી છે. ત્યારે સરકાર દ્વારા નાગરિકોના હિત માટે નવી “સ્માર્ટફોન સહાય યોજના” ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર દ્વારા રૂપિયા 6000 ની સહાય મળશે.

ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના | Smartphone Sahay Yojana 2024

Smartphone Sahay Yojana 2024 ડીજીટલ યુગમાં ખેડૂતો ઈન્ટરનેટ નો ઉપયોગ કરી નવી ટેકનોલોજી સાથે માર્ગદર્શન મેળવી ખેતી કરી શકે એવા હેતુ સાથે સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરુ કરી છે. ખેડૂતો નવીન ટેકનોલોજી માહિતી તેમજ હવામાન આગાહી અને સરકારી યોજના તેમજ પાકની લગતી ઓનલાઈન  માહિતી મેળવી શકે છે.

યોજનાસ્માર્ટફોન સહાય યોજના 2024
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
સહાય રકમ6000 રૂપિયા
અરજી પ્રકારઓનલાઈન
ઓફિસીયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Smartphone Sahay Yojana 2024 હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે રૂપિયા 6000 સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતો મોબાઈલ મેળવી ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ થી હવામાન આગાહી અને સરકારી યોજના તેમજ પાકની લગતી ઓનલાઈન  માહિતી મેળવી શકે છે.

સ્માર્ટફોન સહાય યોજના માટેના નિયમો

મિત્રો, જો તમે Smartphone Sahay Yojana 2024 હેઠળ મોબાઈલ ખરીદવા માટે અરજી કરવા ઈચ્છિત હોવ તો તમારે નીચેના નિયમોનું પાલન કરવું પડશે.

  • આ યોજનાનો લાભ ખેડૂતને માત્ર એકવાર જ મળશે.
  • ગુજરાતમાં ખેતીની પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ.
  • 8-A માં એક કરતાં વધુ ખેડૂતનું નામ સંયુક્ત ખાતા હોય તો એક ખાતાધારક તરીકે આ યોજનાનો લાભ મેળવી શકે છે.

સ્માર્ટફોન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરતા ઉમેદવાર પાસે નીચેના દસ્તાવેજ હોવા અનિવાર્ય છે.

  • 8-અ ની નકલ
  • બેન્ક પાસબુક નકલ
  • રદ થયેલ ચેક ની નકલ
  • ખેડૂત ખાતેદાર  આધાર કાર્ડની નકલ
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ
  • મોબાઈલ ખરીદ્યો હોય તેનું IMEI  નંબર
  • સ્માર્ટફોન ખરીદીનું જીએસટી નંબર પાકું બિલ

સ્માર્ટફોન સહાય યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું? | Smartphone Sahay Yojana 2024

સ્માર્ટફોન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છિત ઉમેદવારોએ નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરવા.

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ, યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
  • હવે, ખેતીવાડી સંબંધિત યોજનાઓ પર ક્લિક કરો.
  • સ્માર્ટફોન ખરીદી સહાય યોજના પર ક્લિક કરો.
  • હવે, અરજી વિકલ્પ પસંદ કરો.
  • અરજદારનો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • જો તમે અગાઉ ક્યારેય અરજી ન કરેલ હોય તો પોર્ટલ પર તમારી નોધણી કરો.
  • તમારા દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ વિગતો ચકાસી સબમિટ પર ક્લિક કરો.
  • પ્રિન્ટ મેળવી લો.
ઓફિસીયલ વેબસાઈટ અહી ક્લિક કરો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

સ્માર્ટફોન સહાય યોજના લેખમાં દર્શાવેલ તમામ માહિતી વિવિધ સ્ત્રોત દ્વારા એકત્રિત કરવામાં આવી છે, અરજી કરતા પહેલા ઓફિસીયલ વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી.

ગાય સહાય યોજના હેઠળ દરેક ગાય દીઠ 12,800 રૂપિયા વાર્ષિક મેળવો

Leave a Comment